તમારા ભાઈ માટે રક્ષાબંધનને ખાસ બનાવવાની 5 રીતો

8 minute
Read

Highlights શું તમે પણ ઉપાય શોધી રહ્યા છો આ રક્ષાબંધન ને ખાસ બનાવવાના? તો આ બ્લોગ કરશે તમારી મદદ! જાણો ૫ રીત જેનાથી તમારા ભાઈ નો આ દિવસ બનશે બેસ્ટ!

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

રક્ષાબંધન આવી રહી છે અને દરેક ભાઈ ઓ એ ગિફ્ટ ખરીદવાનું શરુ કરી દીધું છે. આ એક અનોખો ત્યોહાર હોય છે જયારે ભાઈ અને બેહેન પોતાના સંબંધો ને વધારે મજબૂત કરે છે. તો આ વખતે રક્ષાબંધન પાર તમે વિચાર્યું છે કે તમે તમારા ભાઈ માટે શું ખાસ કરશો? આમતો દરેક ભાઈ પોતાની બેહેન માટે ભેટ ખરીદે છે પણ તમે પણ આ દિવસ ને ખાસ બનાવવામાં તમારું યોગદાન આપી શકો છો. તો આ દિવસ ને કઈ રીતે ખાસ બનાવાય એ જાણવા માટે વાંચો આ બ્લોગ. 

આ વાંચ્યા પછી તમને અનેક નવા વિકલ્પો મળશે કે જેને અમલ માં મૂકીને તમે તમારી રક્ષાબંધન ને સુંદર રીતે ઉજવી શકશો. 

1) તમારી પોતાની રાખડી બનાવો

રક્ષાબંધન ને ખાસ બનાવવા અને તમારા ભાઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે તમે કૈક ખાસ કરી શકો છો. અને તેની માટે સૌથી પહેલું કામ એ થઇ શકે છે કે તમે જાતે રાખડી બનાઈ શકો છો. આમતો દરેક વ્યક્તિ બહાર થી લઈને રાખડી બાંધતું હોય છે પણ જો તમારી પાસે સમય અને શીખવાની ઈછા હોય તો ઘરે પ્રેમથી બનાવેલી રાખડી તમારા ભાઈ ને ખુબ ગમશે. એમાં તમે એમનું નામ કે પછી કોઈ શુભ મંત્ર ઉમેરીને તેને વધુ પવિત્ર અને સુંદર બનાવી શકો છો. 

યુટ્યુબ પાર તમને રાખડી બનાવતા શીખવાડે એવા ઘણા વિડિઓ મળી જશે. પાસેની ક્રાફટ દુકાન માંથી બધી સામગ્રી લાવીને તમે તૈયાર કરી શકો છો એક સુંદર અને સરસ રાખડી. જો તમે ખુબ વ્યસ્ત રહેતા હોવો તો બીજો વિકલ્પ એ છે કે તમે તમારા ભાઈ માટે એમના નામ વાડી રાખડી બનાઈ શકો છો.

2) એક દિવસ સાથે વિતાવો

રક્ષાબંધન પાર રાખડી બાંધ્યા સિવાય પણ તમે બીજું કૈક ખાસ કરી શકો છો. કોઈક ખાસ જગ્યા એ બાર જાઓ અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. તમને બંનેને સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી ગમે છે તેનું લિસ્ટ બનાવો. આખો દિવસ સાથે રહેવાનો પ્લાન બનાવો અને એક બીજા સાથે વાતો કરો. જીવન ની વ્યસ્તતા માં અપડે ભાઈ બેહેન નો સબંધ નિભાવવાનું ઘણી વાર ભૂલી જતા હોઈએ છેઅ. તો આ દિવસ ને ખાલી રાખો અને આખો દિવસ સાથે વિતાવો. 

તમે ઘરે પણ કૈક કરી શકો છો કે પછી બહાર ગામ પણ જય શકો છો. વેન ડે પીકનીક નો પણ પ્લાન કરી શકો છો જ્યાં તમે તમારા શહેર ની થોડેક પાસેની કોઈક સુંદર જગ્યા પાર જાઓ. તો એક લિસ્ટ બનાવો કે તમે કઈ જગ્યા એ જઈ શકો છો? 

3) તમારા ભાઈ માટે ખાસ ભોજન રાંધો

તમારા ભાઈને ખાવામાં શું ભાવે  છે? શું તમે ક્યારે તેમને એ બનાવીને ખવડાવ્યું છે? જો હા તો એવી કઈ વાનગી છે કે જ હજુ એમને તમે બનાવીને નથી ખવડાઈ? કોઈક સરસ નવી વાનગી બનાવતા શીખો અને તમારા ભાઈ ને સરપ્રાઈઝ આપો. બાર જમવા જવાનો પ્લાન તો દર વખતે બાંતોજ હોય છે પણ આ વખતે એવું કૈક કરો કે બધી બેહનો સાથે ખાવાનું બનાવે અને બધા ભાઈઓ સાથે જામે. શું તમારા પરિવાર માં એવું શક્ય થઇ શકે એમ છે? ઘણા બધા ભાઈ બેહનો દૂર રહેતા હોય છે ને એટલે બધા માટે એ શક્ય થાય એમ નથી. 

સાથે મળીને ખાવાનું બનાઓ, જમો અને બાકીનો દિવસ ઘરેજ માજા કરો. આમ ઘરના વડીલો સાથે સમય બિટાવવો પણ આનંદ મળશે અને ખાવાનું બનવાનો એક અનેરો આનંદ પણ આવશે. 

4) તેમને ખાસ ભેટ આપો 

આમતો રક્ષાબંધન પાર ભાઈ બેહેન ને ભેટ આપે છે પરંતુ શું તમે એનાથી વિપરીત વસ્તુ ના કરી શકો? એક બેહેન પણ ભાઈ ને ભેટ આપી શકે જ છે. તમને તો ખબર હશે કે એમને શું વસ્તુ જોઈએ છે. તો પછી એ ખરીદીને એમને ભેટ આપો. જો તમારા ભાઈ તમારા થી દૂર રહેતા હોય તો ઓનલાઇન ગિફ્ટ મોકલીડો. હવે તો વિદેશ માં રહેતા વ્યક્તિ ને ભેટ, ફૂલ અને રાખડી મોકલવી ખુબ સરળ થઇ ગઈ છે. તો અત્યારથી બધી તૈયારી કરીને રાખો જેથી રક્ષાબંધન ના દિવસે તમે તેમને એ ભેટ પોહચાડી શકો. 

ભેટ માં તમે વોલેટ, પરફ્યુમ, આર્ટ વર્ક, કપડાં, મીઠાઈ જેવી ઇત્યાદિ વસ્તુઓ આપી શકો છો. તો લિસ્ટ બનાવો અને તૈયાર થઇ જાઓ તમારા ભાઈ ને ખુશ કરવા માટે. 

5) તેમને અનુભવ માટે બહાર લઈ જાઓ

શું તમને સાથે અવનવા અનુભવો કરવા ગમે છે? જેમ કે કોઈ અડવેંચ કે ક્રેએટિવ એકટીવીટી કરવી! તમે કોઈ પેઇન્ટિંગ વર્કશોપ માં જય શકો છો કે પછી ટ્રેકકીંગ માટે પણ જય શકો છો. ઘણા લોકો વસ્તુઓ ની પાછળ પૈસા વાપરવા ને બદલે અનુભવો લેવાનું પસંદ કરે છે. શું તમે પણ એમના એક વ્યક્તિ છો તો આ રક્ષાબંધન પાર તમારા ભાઈ સાથે એક અનુભવ શેર કરો. બનેઓ સાથે કોઈક એવી પ્રવૃત્તિ માં ભાગ લો જ તમને આનંદ અને ઉત્સાહ થી ભરી દે. 

તમને શું ગમે છે અને તમારા ભાઈ ને શું ગમે છે એ ધ્યાન માં રાખીને તમારે નક્કી કરવું પડશે કે તમે એ દિવસે શું કરશો? 

તો શું નક્કી કર્યું? 

આ બધા વિકલ્પો માંથી તમને સૌથી શ્રેષ્ઠ કર્યો લાગ્યો? તમે આ રક્ષાબંધન ના દિવસે તમારા ભાઈ ને કઈ રીતે ખાસ અનુભવ આપશો? એ એકજ દિવસ હોય છે કે જયારે ભાઈ બેહેન ના સંબંધ ને વધારે મજબૂત કરી શકાય છે. તો પછી ચાલો તૈયારીઓ કરવાની શરુ કરી દો અને ઉજવો એક યાદગાર રક્ષાબંધન. તમે જ પણ વસ્તુ કરવાનું નક્કી કરો, સરસ મજાના ફોટા લેવાનું બિલકુલ ના ભૂલતા! કારણ કે એજ તો આવતા વર્ષો માં તમને આ અમૂલ્ય સમય ની યાદ અપાવશે. 

Logged in user's profile picture