આ ફાધર્સ ડે તમારા પિતા ને આ ૬ રીતે સરપ્રાઈઝ કરી શકો છો

6 minute
Read

Highlights શું તમે પણ એક સરસ મજાની ફાથર્સ ડે ગિફ્ટ શોધો છો? તો આવો આ બ્લોગ વાંચો અને ૬ ઈંડિયા માંથી જે ગમે તે અજમાવો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

દર વર્ષે ઉજવાતો આ દિવસ જેને આપડે ફાથર્સ ડે કહીયે છે તે આ વર્ષ પણ આવી રહ્યો છે. ફાથર્સ ડે ના દિવસે દરેક બાળક પોતાના પિતા ની સાથે સમય બિટાવે અને એમને કોઈક અદભૂત ભેટ આપે. તો તમે વિચાર્યું છે કે તમે આ ફાથર્સ ડે ના દિવસે સુ કરશો? જો તમે આજુ પણ મૂંઝવણ માં હોવો કે સુ થઇ શકે તો આ બ્લોગ તમને ચોક્કસ કામ લાગશે. અહીંયા તમને ૬ અનોખા આઈડિયા મળશે કે જેના દ્વારા તમે તમારા પિતાને ખુશ કરી શકશો અને આ દિવસ એમની માટે ખાસ બનાવી શકશો. 

આ વર્ષે ફાથર્સ ડે ૧૮ જૂન ના દિવસે ફાથર્સ ડે ની ઉજવણી થવાની છે. એટલે તારીખ આવતા પેલા નક્કી કરી રાખજો કે આ ૬ માંથી કઈ વસ્તુ કરવાના છો.  

૧) એક દિવસ નું પિકનિક 

રોજિંદા જીવન માં આપડે એક બીજાની સાથે શાંતિ થી સમય નથી બિટવી શકતા. પણ આ દિવસ ને તમે ખાસ બનાવી શકો છો અને એક દિવસ નું પીકનીક પ્લાન કરી શકો છો. સવાર થી લઈને સાંજ સુધી એક એવી જગ્યા એ જાઓ જ્યાં તમે વાતો કરી શકો, સરસ ભોજન લો અને કોઈ રમત રમો. જો તમારા પિતાને ક્રિકેટ, બેડમિંટન કે પછી બીજી કોઈ રમત રમવાનો શોખ હોય તો એ રમો. 

ક્યાંક ફરવા જાઓ અને પ્રકૃતિ ની વચ્ચે સમય વિતાવો. જો ટ્રેકિંગ માં જવાનો ઉત્સાહ હોય અને તમારા પિતા પર્વનો ચડવાના શોખીન હોય તો એ પણ કરી શકો છો. ટૂંકમાં એવી કોઈ જગ્યા એ જાઓ જ્યાં રોજિંદા કામ થી તમે દૂર હોવો અને ક્વોલિટી સમય માણો.

૨) મન ગમતી ચોપડી

શું તમારા બાપુજી ને વાંચવાનો શોખ છે? તો એમને ગમતી એક ચોપડી આપવાથી વધુ શ્રેષ્ઠ બીજી કોઈ પણ ભેટ ના હોઈ શકે. તમને તો ખબર આજ હશે કે એમને કાયા પ્રકાર ની ચોપડીયો વાંચવી ગમે છે. તો એ પ્રકાર ની ચોપડીયો લઇ આવો અને એમને ભેટ આપો. આજકાલ ઘણી બધી જગ્યા એ એવા સબસ્ક્રિપ્શન ની પણ વ્યવસ્થા હોય છે કે જ દર મહિને ઘરે એક ચોપડી મોકલી આપે. તો તમે ભેટ માં તમારા ફાથર ને એક એવી વ્યવસ્થા કરી આપો. દર મહિને તેમની મન ગમતી ચોપડી એમની પાસે આવી જશે અને તે વાંચી શકશે તો તમને જરૂર થી યાદ કરશે.  

૩) તમારી યાદોની નિશાની 

તમારી તમારા પિતાજી સાથેની ઘણી બધી યાદો હશે. શું એ યાદો તમે એમને હંમેશા સાથે રહે એવું કઈ કરવા માંગો છો? તો તમારી યાદો ને તમે પ્રિન્ટ કરાવી ને એક સરસ જગ્યા એ તેનું પ્રદર્શન કરી શકો છો. જેમ કે તમે કોઈ ગ્લાસ, ફોટો ફ્રેમ, ઓશીકું, ત-શર્ટ, ડાયરી કે પછી અન્ય વસ્તુ પાર આ યાદ ને પ્રિન્ટ કરાવી શકો છો. પછી તે વસ્તુ એક ભેટ તરીકે તમારા પિતાજી ને આપો. જો તે વસ્તુ એમની પાસે રાખશે તો જયારે પણ જોશે ત્યારે એ તમને યાદ કરશે. 

ચિત્રોમાં ઘણી બધી મેમરી હોય છે અને જ્યારે પણ તમે તેને ભેટ આપો છો, ત્યારે તમે તે યાદોને ફરી જીવો છો. 

૪) હાથ થી લખેલ ચિઠ્ઠી 

આપડે આપડી ભાવનાઓ નું પ્રદર્શન આપડી મુમ્મી ની સામે સરળતાથી કરી લેતા હોઈએ છેઅ. પણ પિતા ની સામે ભાવનાઓ વ્યક્ત કરવી ઘણી વાર થોડુંક અઘરું થઇ જાય છે. તો જો તમને બી એયુ લાગતું હોય કે તમે તમારા પિતા ને તમારા મન ની વાત હજુ સુધી નથી કીધી તો આજ સમય છે કે તમે તેને વ્યક્ત કરો. જો તમે બોલીને કહી સકતા હોવો તો અત્યંત સુંદર, પણ જો તમે વ્યક્ત કરવામાં ખચકાતા હોવો તો લખવાનો ઉપાય સૌથી સહેલો છે. 

એક સરસ મજાનો કાગળ લઈને તેની ઉપર તમારા મન ની બધીજ ભાવનાઓ તમારા પિતાજી ને વ્યક્ત કરો. જો જો ખાલી સારીજ ભાવનાઓ કેજો, પાછા ફરિયાદ કરવા ના બેસી જતા. લખ્યા બાદ તે ચિઠ્ઠી ને વાળીને તમારા પિતા ને ભેટ તરીકે આપો. 

૫) કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ 

શું તમારા ફાથર ને ઇલેકટ્રોનિક વસ્તુઓ વાપરવાનો શોખ છે? તો પછી તમે એમની માટે કોઈ લેટેસ્ટ મોબાઈલ, લેપટોપ, કિન્ડલ, આઇપોડ કે પછી સ્માર્ટ વચ્છ ખરીદી શકો છો. જો તેમને ગીતો સાંભળવા બૌ ગમતા હોય તો એ પ્રમાણે ની વસ્તુ લાવો. જો તે હંમેશા વ્યસ્ત રહેતા હોય અને ફોને ઉપાડવાનો સમય ના મળતો હોય તો બ્લુટુથ સ્પીકર લાવી આપો. જો તે ઘરેથીજ કામ કરતા હોય તો તમે એમને એક સરસ મજાનું લેપટોપ લાવી આપી શકો છો. 

તમારા પિતાજી ને તમારાથી વધારે સારી રીતે બીજું કોઈ નથી ઓળખતું. એમના રોજિંદા જીવન માં કઈ વસ્તુ થી તેમને સૌથી વધારે ફાયદો થશે એ નક્કી કરો અને પછી ફાથર્સ ડે ની ગિફ્ટ તરીકે તે લાવી ને એમને ખુશ કરો. 

૬) એક સુંદર ઘડિયાળ 

ઘડિયાળ એક એવી સુંદર વસ્તુ છે કે જ પેરવાથી આખો દેખાવ આજ બદલાઈ જાય છે. શું તમારા ફાથર ને પણ ઘડિયાળ પેરવાનો શોખ છે? તે ઘર ની બાર નીકળતા હાથ માં એક સરસ મજાની ઘડિયાળ પેરીનેજ જાય છે? તો પછી આ ખાસ દિવસે એમને એક શાનદાર ઘડિયાળ ગિફ્ટ આપીયે તો? જાઓ તમારા ઘરની પાસે ની એક દુકાન માં જ્યાં લેટેસ્ટ ઘડિયાળ નું કલેક્શન હોય અને સૌથી સરસ દેખાતી ઘડિયાળ પેક કરવાની ને લઇ આવો તમારા પિતાજી માટે. 

દરેક વખતે સમય જોતા તેમને તમારો પ્રેમ દેખાશે અને એ ખુશી ખુશી રોજ એમની મનગમતી ભેટ પેરીને ઘરની બાર નીકળશે. 

તો પછી તમે સુ નક્કી કર્યું? આ ૬ માંથી તમે કઈ ગિફ્ટ લાવાના છો? જ પણ લાવો, યાદ રાખજો કે એક પિતા માટે પોતાના બાળકો ની ખુશી થી વધારે મહત્વનું કૈજ નથી હોતું. એટલે એમની સાથે રહો, ખુશ રહો અને બધા સારા સમય બિટવો એ એમની શ્રેષ્ઠ ભેટ હશે. 

 

Logged in user's profile picture