નાના બજેટમાં તમે ઘરેથી બિઝનેસ શરૂ કરી શકો એવા બિઝનેસ

6 minute
Read

Highlights શું તમે પણ બિઝનેસ કરવા માંગો છો પણ મૂંઝવણ છે કે શેનો ધંધો કરી શકાય ? તો આ બ્લોગ માં તમને મળશે તમારો જવાબ.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

શું તમે પણ ઘરે બેઠા તમારો કોઈ બિઝનેસ શરુ કરવા માંગો છો? પણ એની માટે કોઈ સારો આઈડિયા નથી મળી રહ્યો? તો આ બ્લોગ તમારી મદદ કરશે અને તમને અમુક એવા વિચારો આપશે જેના દ્વારા તમે તમારા નવા બિઝનેસ ની શરૂઆત કરી શકશો. દરેક મહિલા ની કૈક ને કૈક કળા હોય આજ છે જ તે ભરી દુનિયા સાથે વેહેંચી શકે છે. તો આ લિસ્ટ માં તમારી સાથે અમે અમુક એવી કળાઓ વિષે વાત કરવાના છીએ કે જ તમને આર્થિક રૂપ એ સ્વતંત્ર થવામાં મદદ કરી શકે છે. તો ચાલો જોઈએ કે ઘરે થી બિઝનેસ શરુ કરવાના કાયા અનોખા આઈડિયા છે. 

1) બેકરી

જયારે તમે કેક કે પેસ્ટ્રી ને જુઓ તો આઈ જાય છેને મોહમાં પાણી? એવીજ રીતે દરેક વ્યક્તિ ને આ મીઠાઈ ખૂબ ભાવે છે. તો જો તમારી અંદર એવી કળા છે કે તમે અદભુત બેકરી વાનગીઓ બનાવી શકો છો તો તમારે એને એક બિઝનેસ તરીકે શરુ કરવો જોઈએ. બેકરી નો ધંધો ખૂબ સારો ચાલી શકે છે કારણ કે લોકો ને પોતાના ઉજવણી ના પ્રસંગો પાર કેક ને મીઠાઓ ની જરૂર તો પડતીજ રેવાની છે. જો તમારી પાસે શ્રેષ્ઠ સ્વાદ વળી મીઠાઈ હશે તો અને ઉત્તમ ક્વોલિટી સાથે તમે તેને ડિલિવરી કરશો તો લોકો ની લાઈન લાગશે. 

શરૂઆત માટે તમે ઓર્ડર પાર આજ કેક બનાવવાનું શરુ કરી શકો છો કે પછી નાની નાની ચોકલેટ ઓ પણ બનાવી શકો છો. તેને સરસ રીતે સજાવો અને તેના ફોટા તમારા સોશ્યિલ મીડિયા પર શેર કરો. આ શરુ કરવા માટે તમારે વધારે ઈન્વેસ્ટ કરવાની પણ જરૂર નથી. જો તમને કેક બનાવવાનો શોખ હશે તો તમારી પાસે બધો સમાન તો હશેજ. બુટ તમારો થોડોક ખર્ચો તેની ફોટોગ્રાફી કરવામાં અને લોકો સાથે શેર કરવામાં થઇ શકે છે. 

2) બ્યુટી સલૂન

પોતાની સુંદરતા નિખારવા માટે લોકો રોજ બરોજ સલૂન જતા હોય છે. જો તમારી રુચિ શરીર ની સુંદરતા અને નિખાર વધારવા ની દિશા માં હોય તો આ બિઝનેસ તમારી માટે શ્રેષ્ઠ છે. એની માટે તમારે પેહલા પરલોર ના ક્લાસિસ કરવા પડશે કે જેમાંથી તમે અમુક વસ્તુઓ શીખી શકો. હેર કટીંગ, વેક્સિનગ, થ્રેડિંગ, ફેશ્યિલ, મહેંદી, મેકુપ વગેરે જેવી સર્વિસીસ તમે તમારા પરલોર માં આપી શકો છો. જયારે તમે પોતે શીખીને બીજાને આ કરી આપશો ત્યારે તમારો અનુભવ પણ બનશે. 

જો વધારે લોકો આવાના શરુ થઇ જાય તમારે ત્યાં તો પછી તમે બીજા લોકો ને પણ કામ પાર રાખીને મદદ લઇ શકો છો. આ એક એવી બિઝનેસ છે કે જયારે બંધ નાઈ થાય. કારણ કે દરેક મહિલા મહિના માં એક થી બે વાર તો પરલોર જાતીજ હોય છે. તો તમારો ધંધો ચાલશે કે નાઈ એની ક્યારેય ચિંતા નાઈ કરવી પડે. બસ સારી સર્વિસ આપો અને લોકો ને કેહતા રહો કે તમે ઘરે કૈક ચાલુ કર્યું છે. 

3) કળા અથવા હસ્તકલા વેચો

ત્રીજો બિઝનેસ આઈડિયા એ છે કે તમે તમારી ક્રિએટિવિટી ને વાપરીને કૈક એવી વસ્તુઓ બનાવો કે જ ઘર ને શણગારવા માટે વાપરી શકાય. તમે રંગબેરંગી દોરા, લાકડું, માળા અથવા તમારી પાસેની કોઈપણ અન્ય એન્ટિક વસ્તુઓ વડે શણગારાત્મક હસ્તકલા બનાવી શકો છો. જો તમને પેઇન્ટિંગ કે કલર સાથે કામ કારની માજા આવતી હોય તો તમે કેનવાસ પેન્ટિંગ કે પછી સ્ટોન પેન્ટિંગ કરીને પણ તેને વેચી શકો છો. 

સૌથી પેલું પગલું એમાં એ છે કે તમારે નક્કી કરવાનું રહેશે કે તમે કઈ વસ્તુઓ બનાવવા માંગો છો. કોઈ પણ ૨-૩ વસ્તુ નક્કી કરીને તેને બનાવવાનું શરુ કરો. થોડાક ફોટા પાડીને તેને સોશ્યિલ મીડિયા પાર સહારે કરો અને તેનું માર્કેટિંગ કરો. જેમ જેમ ઓર્ડર આવે તે પ્રમાણે બનાવવાનું શરુ કરો. નવી નવી વસ્તુઓ સાથે પ્રયોગ કરતા રેહવું બૌ જરૂરી છે જ થી તમારી કળા ઉભરીને બહાર આવી શકે. તમારી આસપાસની જગ્યા માં જો ક્યાંક એક્સહિબીશન થતું હોય તો ત્યાં પણ તમે સ્ટોલ બનાઇને તેને વેચી શકો છો. 

4) ફૂડ બિઝનેસ

શું તમને કોઈ પણ ખાવાની વાનગી બનાવી ગમે છે? અને શું એ તમારા જેટલું શ્રેષ્ઠ કોઈ બનાઈ નથી શકતું? તો પછી આ એક તક છે જેનો લાભ તમારે ઉઠાઓ જોઈએ. સૌથી પેલા તમે જ વાનગી બનાઓ છો તેના વિષે માર્કેટ માં તાપસ કરો. તે ક્યાં ક્યાં મળે છે? તેનો ભાવ શું છે? અને તમારી આસપાસમાં ક્યાં મળે છે? આનાથી તમને ખ્યાલ આવશે કે તમે જ વસ્તુ બનાઇને વેચવા જય રહ્યા છો તેનો માર્કેટ ભાવ શું છે અને તમારી સ્પર્ધા કોણ છે? ત્યાર બાદ તમે તમારો બિઝનેસ પ્લાન બનાવી શકો છો. 

ઘરની બાર એક નાનું બોર્ડ મૂકીને તમે લોકોને જણાવી શકો છો કે તમે કૈક વેચવાનું શરુ કર્યું છે. જો તમને ક્યાંક જગ્યા મળે તો લારી પણ મૂકી શકો છો. ઝોમાટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ પાર પણ તમે એક નામથી પોતાની શોપ રેજિસ્ટર કરી શકો છો જેથી લોકો જયારે પણ ઓનલાઇન ખાવા નું શોધતા હોય તો તમારું નામ આવે. આ બિઝનેસ ને સેટ થતા થોડોક સમય લાગશે પણ જો તમે તાકી રેહશો તો ખૂબ તરક્કી મળશે. 

તો તમે ક્યારથી શરુ કરો છો? 

આ ૪ સિવાય પણ જો તમને એયુ લાગે કે તમે કોઈ વસ્તુ કરવામાં માહિર છો તો તેનો પણ બિઝનેસ શરુ કરી શકાય છે. કારણ કે કોઈ પણ ધંધા માં એવી વસ્તુ કરવાથી જલ્દી સફળતા મળે છે કે જેમાં તમારી કુશળતા હોય. તો હવે શોધો કે તમે સૌથી શ્રેષ્ઠ શું કરો છો અને શરુ કરી ડો તમારી આ યાત્રા. એક પગલું તમારી આર્થિક સ્વતંત્રતા ની ઓર બિઝનેસ સાથે.

Logged in user's profile picture