ઓવન વગર કેક બનાવવાની રેસીપી

6 minute
Read

Highlights કેક બનાવી છે પણ ઓવન નથી? કોઈ વાંધો નાઈ, અમે લઈને આવ્યા છે તમારી માટે ઓવન વગર કેક બનાવવાની સરળ રેસીપી.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

જયારે પણ કોઈ સેલિબ્રેશન ની વાત આવે ત્યારે આપણે કેક ને હંમેશા યાદ કરીયે છેઅ. પછી એ કોઈની બર્થડે હોય કે એનિવર્સરી, કેક હંમેશા ઘરમાં આવે છે. તો આ અનોખી વાનગી ને જો તમે ઘરે બનાઈ શકો તો કેવી મજા આવે? જો તમે એવું માનતા હોવો કે કેક બનાવવા માટે ઓવન ની જરૂર પડે છે તો એવું નથી. ઓવન વગર પણ કેક બનાવવું શક્ય છે. અને આજનો બ્લોગ તમને સીખવાડશે કે ઓવેન ના હોય તો પણ તમે આ સ્વાદિષ્ટ વાનગી ની માજા કેવી રીતે લઇ શકો છો. 

તો ચાલો જોઈએ આપડે કે ઓવન વગર કઈ રીતે કેક બનાવવું શક્ય છે?

૧) કુકર માં કેક બનાવો 

જો તમારી પાસે ઓવેન ના હોય તો તમે પ્રેશર કુકર માં આસાની થી કોઈ પણ કેક બનાવી શકો છો. જો તમારું કુકર ૩ લીટર કે એનાથી મોટું હોય તોજ તેની અંદર કેક બનાવવું સેફ રહેશે. તમારે કેક બનાવવા માટે સૌથી પેહલા કુકર ની રિંગ ને કાઢી નાખવાની છે. ત્યાર બાદ કુકર ની અંદર મીઠા નું એક લેયર બનાવી દેવાનું છે. તમે મીઠું વાપરવાને બદલે માટી પણ વાપરી શકો છો. તે બાદ કૂકર માં સ્ટેન્ડ મૂકી તેને પ્રિહિટ કરવું. એક્દમ વધુ તાપમાન પાર ૨ મિનિટ સુધી કુકર ને બંધ કરીને ગરમ થવા દેવું. 

ભૂલથી પણ કૂકર માં પાણી ના ઉમેરવું. તેનાથી કેક ઓવન જેવી નહિ બને અને ખાલી સ્ટીમ થશે. જયારે તમે કુકર ને પ્રિ-હિટ કરશો ત્યારે એની અંદર ઉત્પન્ન થતી ગરમી ના કારણે તમારી કેક સરસ રીતે બની જશે. ગરમ થયા બાદ તમારા બેકિંગ પેન ને ગ્રીસ કરીને તેની અંદર તમારું મિશ્રણ નાખી દો અને કુકર ની અંદર મૂકી દો. કેક પેન ની સાઈઝ તમારા કુકર ની અંદર સમાય એટલીજ હોવી જોઈએ. તેને મુક્યા બાદ ૪૫ મિનિટ થી લઈને ૧ કલાક સુધી તેને પાકવા દો. 

કુકર માં કેક બનાવતી વખતે સીટી ની જરૂર પડશે નહીં તો તેને તમે કાઢી શકો છો. 

૨) માઇક્રોવેવ માં બનાવો તમારી કેક

જ્યારે તમે કેકને બનાવવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરો છો ત્યારે તાપમાન બરાબર સેટ કરવું ખૂબ જરૂરી છે. જો તમારા માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ છે, તો તેને 180 ડિગ્રી પર સેટ કરો. જો નહિં, તો પાવરને 100 ટકા પર ફેરવો, એટલે કે તમારા માઇક્રોવેવ પર દેખાય છે તે પ્રમાણે પાવર લેવલ 10. લેવલ ટેન એ નિયમિત માઇક્રોવેવ ઓવન દ્વારા આપવામાં આવતી મહત્તમ ગરમી છે અને કેકને યોગ્ય રીતે બેક કરવા માટે સૌથી યોગ્ય છે.

આ રેસીપીને રાંધવામાં માત્ર 10 થી 15 મિનિટનો જ સમય લાગશે. રેસીપી સરળ છે અને માઇક્રોવેવ માં ખોરાક ઝડપથી ગરમ થાય છે. સૌથી ખાસ ધ્યાન તમારે તાપમાન સેટ કરવામાં રાખવું જોઈએ. ઓવન માં જેટલો સમય લાગે એનાથી જલ્દી કેક તૈયાર થઇ જશે. 

સિલિકોન ગ્રીસિંગ બ્રશનો ઉપયોગ કરીને વનસ્પતિ અથવા સૂર્યમુખીના તેલથી માઇક્રોવેવેબલ કેક પેનને ગ્રીસ કરો અને નીચે બેકિંગ પેપરની શીટ મૂકો. પેનની નીચે અને બાજુઓને સારી રીતે ગ્રીસ કરવાની ખાતરી કરો. આ પગલું સુનિશ્ચિત કરશે કે તમારી કેકને પેનમાંથી સરળતાથી બહાર લઈ શકાય છે.

કેકના બેટરને ગ્રીસ કરેલા કેક પેનમાં રેડો અને તેને તમારા રસોડાના ટેબલ પર ટેપ કરો જેથી ત્યાં હવાના પરપોટા ન હોય. કેકના બેટરવાળા પેનને ક્લિંગ રેપથી ઢાંકી દો. કેક પેનને માઇક્રોવેવમાં મૂકો અને તેને સંપૂર્ણ પાવર પર, જે લેવલ 10 છે, 10 મિનિટ માટે બેક થવા દો.

કેકની મધ્યમાં એક છરી મૂકીને તે બરાબર રાંધવામાં આવી છે કે કેમ તે તપાસો. જો છરીનો છેડો બહાર આવે તો કેકને સાફ કરો. જો નહીં, તો ક્લિંગ રેપને પાછું લગાવો અને કેકને વધુ 3 મિનિટ માટે બેક કરો અને તપાસો કે તે તૈયાર છે.

એકવાર તમે પેનને માઇક્રોવેવમાંથી બહાર કાઢો, તેને 5 મિનિટ માટે ઠંડુ થવા દો, પછી ક્લિંગ રેપને દૂર કરો અને પ્લેટ પર પેનને પલટાવો.

૩) ફ્રાય પણ માં બનાવો સ્વાદિષ્ટ કેક 

ફ્રાય પેન માં કેક બનાવવું ઉત્તમ છે પરંતુ ઘણા લોકો તેને યોગ્ય રીતે કેવી રીતે કરવું તે જાણતા નથી. ફ્રાય પેન માં કેક ચોંટી જાય તો તે એક મુશ્કેલી થઇ જાય છે. એવું ના થાય તે માટે તમને અમુક ટિપ્સ અને ટ્રીકસ ખબર હોવી જરૂરી છે. 

સૌથી પેહલા પૅનને કોટ કરવા માટે એક ચમચી માખણ, ઘી, કે તેલ નો ઉપયોગ કરો. તમારું વાસણ ગ્રીસ કરેલું હશે તો કેક તેની ઉપર ચોંટી નઈ જાય. જ્યારે તમારું બેટર તૈયાર થઇ જાય તો તેને ફ્રાય પણ માં અડદ કરી ડો અને એક સરખા લેવલ પાર લાવી ડો જે થી કેક નો ઉપર નો ભાગ સિદ્ધો રહે. 

જો તમે ચાહો તો ગ્રીસ કાર્ય પછી ફ્રાય પેન માંજ બેટર બનાવી શકો છો. આમ કરવાથી બીજા વાસણ પણ નઈ બગડે અને મિશ્રણ સારી રીતે ભેગું પણ થઇ જશે. આ બાદ ફ્રાય પેન ને ઢાંકીને તેને મધ્યમ ગેસ પર ૧૦-૧૨ મિનિટ સુધી તેને સેકાવા દો. દરેક ગેસ ની ગતિ અલગ હોવાના કારણે કેક પર હંમેશા નજર રાખતા રેહવું તેથી તે બળી ના જાય. કેક થઇ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લેવી અને ઠંડી થયા બાદ ટોપિંગ કરી દેવું. અને આ છે તમારું કેક ખાવા માટે તૈયાર. 

હવે કેક બનાવવા માટે ઓવન હોવું બિલકુલ જરૂરી નથી. બસ જરૂરી છે તો અમુક સામાન્ય ફૂડ આઇટમ્સ જેમ કે દૂધ, ચોકલેટ, લોટ અને ઘી. બસ પછી ગેસ અને ફ્રાય પણ કે પછી માઇક્રોવેવ ની મદદ થી તમે પણ બનાવી શકશો એક્દુમ અદભુત અને સ્વાદિષ્ટ કેક. 

તો તમે એમાંથી કઈ પદ્ધતિ વાપરવાના છો?

Logged in user's profile picture