નાના વ્યવસાયો કે જે રૂ.5000 થી ઓછી રકમથી શરૂ કરી શકાય

6 minute
Read

Highlights હવે તમે પણ બની શકો છો સ્વતંત્ર આ ૫ વ્યવસાય શરુ કરીને. માત્ર ૫૦૦૦ કે એનાથી ઓછી રકમ નિવેશ કરીને બનાવો તમારો પોતાનો બિઝનેસ. આઈડિયાઝ જાણવા માટે વાંચો આખો બ્લોગ.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

શું તમે પણ શોધી રહ્યા છો એવા વ્યાવસાય, જે એકદમ ઓછી રકમ થી શરુ થઇ શકે? તો આ બ્લોગ કરશે તમારી મદદ. મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા નું ખૂબ મહત્વ હોય છે. જો તમે પણ તમારા જીવન માં એક અલગ આત્મવિશ્વાસ સાથે જીવવા માંગતા હોવો તો આર્થિક રીતે સ્વતંત્ર થવું જરૂરી છે. જો તમારી પાસે નોકરી કરવાનો સમય ના હોય તો જેટલો સમય છે એમાંથી તમે કોઈક નેનો એવો વ્યવસાય ઉભો કરી શકો છો. 

પોતાનું કૈક કરવા માટે બૌ બધા પૈસા જોઈએ એવી માન્યતા હોય છે. પણ અમુક એવા બીઝ્નેસ્સ પણ છે કે જેને શરુ કરવા માટે તમારે વધારે રકમ ની જરૂર નથી પડતી. આજનો બ્લોગ તમને કેશે એવા ૫ આઈડિયા કે જ તમે ૫૦૦૦ રૂપિયા સુધીની ની રકમ સાથે શરુ કરી શકો છો. પછી જેમ જેમ તમારો બીઝ્નેસ્સ વધે એમ તમે વધુ રકમ નિવેશ કરીને તમારા કામ ને મોટું કરી શકો છો. 

1) હસ્તકલાનું વેચાણ

જો તમને કોઈ પણ કલાત્મક વસ્તુ બનાવવાનો શોખ હોય તો આ તમારી માટે એક સારી તક છે પોતાનો બિઝનેસ શરુ કરવાની. કલાત્મક ક્ષેત્રે તમે ચિત્ર, ભારત કામ, હાથ ની બનાવેલી શણગાર ની વસ્તુઓ, લીપણ કલા, જેવી વગેરે વસ્તુઓ બનાવી શકો છો. થોડોક સમાન લાવીને તમે અમુક સેમ્પલ બનાવી શકો છો. 

આજકાલ તો સોશ્યિલ મીડિયા ના દ્વારા ઘણા બધા લોકો સુધી પોહચી શકાય છે. તમારા કામ ની તસવીરો અને વિડિઓ રોજ ક્યાંક ઉપલોડ કરતા રહો જેથી લોકોને ખબર પડે કે તમે શું કરી રહ્યા છો. જો તમને ફાવે તો તમે આ કાલા બીજાને સીખવાડવાથી પણ પૈસા કમાઈ શકો છો. એક વાર તમે લોકો સુધી આ વાત પોંહચાડશો એટલે આગળ ના રસ્તા ખુલશે. 

2) સંગીત અથવા નૃત્ય 

સંગીત અને નૃત્ય ના ક્ષેત્ર માં પણ આગળ વધવાની ઘણી સંભાવના છે. જો તમે કોઈ પણ પ્રકાર નું નૃત્ય શીખવાડી શકતા હોવો તો એના કલાસ્સેર્સ પણ શરુ કરી શકાય. જો તમારી પાસે વધારે મોટી જગ્યા ના હોય તો તમે બાળકો કે મોટા વિદ્યાર્થીઓ ને પોતાના ઘરે બોલાવીને પણ શીખવાડી શકો છો. એવીજ રીતે જો સંગેટ કે કોઈ સંગીત વાદ્ય આવડતું હોય તો એ પણ શીખવાડી શકો છો. 

આમ નાના પાયે શરુ કરેલો આ વ્યવસાય ધીમે ધીમે જેમ વધારે લોકો સુધી પોહ્ચે એમ તમને સારી તક મળતી થશે. શરૂઆત કરવામાં બિલકુલ પણ ઝીઝક ના કરો. તમને જ આવડે છે તેને આખી દુનિયા સાથે શેર કરો અને પોતાનો એક બિઝનેસ પણ શરુ કરો. 

3) બેકરી વ્યવસાય

જો તમને બ્રેડ, પેસ્ટ્રી અને કેક બનાવવાનો શોખ હોય તો ઘરેથી તેને બનાવીને વેચવાનું શરુ કરો. તેને શરુ કરવા માટે તમારે કઈ ખાસ નાઉ લેવાની જરૂર નાઈ પડે. તમારા રસોડામાં રહેલી ઘણી બધી વસ્તુઓ કામ લાગશે અને અમુક આજ નવા સાધન લાવા પડશે જ ખુબ ઓછી રકમ માં આવી જશે. આજકાલ લોકોને ફ્રેશ બેકારી ની વાનગીઓ ખાવાનો ખૂબ શોખ હોય છે. 

ફ્રેશ બેકરી પ્રોડક્ટ્સ સાથે તમે એમને કસ્ટમાઈઝ્ડ કેક અને પેસ્ટ્રી પણ બનાવી આપી શકો છો. એક વાર તમારો સ્વાદ લોકોને ભાવિ ગયો તો પછી લોકો પાંચ તમારી પાસેજ આવશે. એટલે જલ્દી થી શરુ કરી દો તમારી નાની બેકરી અને જુઓ તમારા નવા બિઝનેસ કેવી રીતે ઝડપ થી આગળ વધે છે. 

4) કોચિંગ

આજકાલ ના જીવન માં લોકો ખૂબ સ્ટ્રેશસ માં રહેતા હોય છે. કોઈકને સબંધો માં તકલીફ હોય છે તો કોઈને સ્વાસ્થ્ય માં. આવા સમય માં લાઈફ કોચ, માઈન્ડ-કોચ, હેલ્થ કોચ જેવા અન્ય વ્યવસાય ખુબ આગળ આવી રહ્યા છે. જે લોકો બીજાની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ને સારી કરવા માં મદદ કરી શકે છે એ લોકો પોતાનું એક વ્યવસાય શરુ કરી શકે છે. કોચ ની ખોબ જરૂર છે અને આગળ જઈને પણ વધશે. 

તો જો તમને લાગે કે તમારી અંદર એ કાબિલિયત છે અને તમે લોકો ને માર્ગદર્શન આપી શકો છો તો ચોક્કસ આ એક અદભુત ક્ષેત્ર છે. જો તમારી આ ક્ષેત્ર માં જવાની ઈછા હોય પણ તમને સમજણ ના હોય તો તમે એને લાગતો કોઈ કોર્સ પણ કરી શકો છો. 

5) ટિફિન સેવાઓ

શું તમે ખૂબ સારા ખાવાનું બનાવો છો? તો પછી લોકો ને ખવડાવો અને એમાંથી વ્યવસાય બનાવો. ટિફિન સેવાઓ આપીને તમે લોકો ને ભોજન જમાડી શકો છો અને એક અવાક નો સ્તોત્ર ઉભું કરી શકો છો. ટિફિન સેવા લેવા વાળા ઘણા બધા લોકો હોય છે. જ લોકો એકલા રહેતા હોય કે બહાર થી તમારા શહેર માં આવ્યા હોય એ લોકો ને કોઈક ની મદદ ની જરૂર હોય છે ખાવાનું બનાવવા માટે. 

જયારે તમે લોકો ને ટિફિન ની સેવા આપો છો ત્યારે તમારી એક નિયમિત આવક ઉભી થાય છે. કારણ કે ટિફિન લોકો મહિનાઓ માટે બંધાવતા હોય છે. અને જો તમારો સ્વાદ લોકો ને ભાવિ ગયો તો કદાચ એ વર્ષો સુધી પણ ચાલી શકે છે. આ શરુ કરવા માટે તમારે ટિફિન લાવા પડશે અને ખાવાની સામગ્રી માં થોડોક નિવેશ કરવો પડશે. 

તો કયો વ્યવસાય કરવાનું નક્કી કર્યું? 

તમે જ પણ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કરો એ યાદ રાખજો કે શરૂઆત થીજ બધું સરસ નઈ હોય. તમને થોડોક સમય લાગશે તમારા વ્યાપાર ને સેટ કરતા અને એમાંથી આવક ઉભી કરતા. તો હિમ્મત ના હારી જતા. હંમેશા પ્રયત્ન કરજો કે તમે જ્યાં પણ કોઈ ભૂલ કરો તો એમાંથી શીખો અને આગળ વધતા તે ભૂલ ફરીથી ના કરો. ધીરજ અને મેહનત સાથે કોઈ પણ વ્યવસાય માં તમે આગળ વધી શકો છો. 

Logged in user's profile picture