ગર્ભાવસ્થા દરમિયાન તણાવ ઘટાડવાની 5 રીતો

6 minute
Read

Highlights ગર્ભાવસ્થા માં થતો તણાવ કેવી રીતે દૂર કરવો એ જાણવું છે? તો વાંચો આ બ્લોગ અને મેળવો ૫ ટેક્નિક જેનાથી ગાયબ થઇ જશે તમારો તણાવ!

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

શું તમે માતા બનવાના છો કે પછી તમારી નજીક નું કોઈ વ્યક્તિ આ તબક્કા થી ગુજરી રહ્યું છે? કોઈ પણ સ્થિતિ હોય, ઐયાથી તમને ખુબ મદદ મળશે. જો તમે કે તમારી નજીક નું કોઈ વ્યક્તિ ખૂબ તણાવ માં રહેતું હોય અને ગર્ભાવસ્થા માં ખબર ના પડતી હોય કે શું કરી શકાય તો આ ૫ માંથી કોઈ પણ ઉપાય ની મદદ થી તમે એમને શાંત કરી શકો છો. 

જરૂર નથી કે બધા ઉપાયો કામ લાગે પણ દરેક વ્યક્તિ ને એમાંથી કોઈ પણ એક રસ્તો તો જરૂર શાંતિ ની દિશા માં લઇ જશે. 

જીવનના આ તબક્કા વિશે જાણો

ગર્ભાવસ્થા અને માતૃત્વ નો અનુભવ જો તમે પેહલી વાર કરી રહ્યા હોવ તો એના વિષે વાંચો અને વધારે માહિતી મેળવો. આ તબક્કાની નવીનતા તમને ઘણા તણાવમાં મૂકી શકે છે. તમે વિવિધ પ્રકારના અનુભવો શારીરિક અને માનસિક સ્તર પર કરી રહ્યા છો કે જે પેહલા ક્યારે પણ નથી કર્યા. તેના માટે તમારી માનસિક તૈયારી ખુબ જરૂરી છે. જો આ માનસિક તૈયારી ના હોય તો કોઈ પણ બદલાવ જોઈને મગજ તણાવ માં જશે. 

ઘરની વડીલ મહિલાઓ સાથે બેસો અને તેમના અનુભવો સાંભળો કે આ સમય માં શું શું બદલાવ આવી શકે છે. વધુ માહિતી જોઈતી હોય તો આ આધુનિક સમય માં ઈન્ટરનેટ ની મદદ થી તમે બીજા ઘણા લોકો ના અનુભવો સાંભળી શકો છો. આ અનુભવો સાંભળવા થી તમને સૌથી પેલા એ વાત ની શાંતિ થશે કે તમે એકલાજ નથી કે જ આટલી અનિશ્ચિતતા થી ગુજરી રહ્યા છે. બધીજ મહિલાઓ ને અલગ અનુભવો થાય છે. તમે પુસ્તકો પણ વાંચી શકો છો. 

પ્રકૃતિ સાથે સમય વિતાવો

પ્રકૃતિ માં સમય બિતાવવા થી તમારા તણાવ માં ખાસ્સો ઘટાડો થશે. સવારે થોડોક સમય માટે જો ખુલ્લા પગે ઘાંસ માં ચાલો પછી સવારનો તડકો ખાઓ અને વૃક્ષો ની વચ્ચે બેસો તો તમારો સ્ટ્રેસ દૂર થઇ જશે. પ્રકૃતિ નો અલગ આજ જાદુ છે કે તમે જયારે પણ તેની પાસે જાઓ છો તો તે બધીજ દુવિધાઓ લઇ લેછે અને તમને સુખ શાંતિ આપે છે. 

જો તમે એવી કોઈક જગ્યા એ રહેતા હોવ કે તમારા ઘરની પાસેજ કોઈ પર્વત કે પછી કોઈ નદી અથવા દરિયો હોય તો નિયમિત પને ત્યાં જવાનું રાખો. મહિના માં કે અઠવાડિયામાં એક વાર ત્યાં જવાથી તમે ફ્રેશ મેહસૂસ કરશો અને સકારાત્મક વિચારો સાથે પાછા આવશો. તો હવે જયારે પણ તમને એવું લાગે કે ખૂબ સ્ટ્રેસ વધી ગયો છે તો તરત ઘરની બાહર જય થોડોક સમય પ્રકૃતિ સાથે રેહજો.  

તમે જેની સાથે સુરક્ષિત અનુભવો છો તેની સાથે વાત કરો

ઘણી વાર ગર્ભાવસ્થા ના સમય એ મગજ મા ખૂબ અલગ અલગ પ્રકારના વિચારો આવતા હોય. ઘણા વિચારો સકારાત્મક હોય તો ઘણા નકારાત્મક હોય. દરેક વિચારને એટલો ગંભીરતાથી ના લેવો, તેને બસ જેમ આવે તેમ જવા દેવો. અને જો તમને તમારા વિચારો નો બોઝો ખૂબ ભારી લાગતો હોય તો સૌથી નજીક ના એક વ્યક્તિ સાથે નિયમિત પણે વાત કરતા રહો.

તમારા મનની વાતો તેમની સાથે શેર કરો અને જો જરૂર લાગે તો કોઈ મેન્ટલ હેલ્થ ના જાણકાર ને પણ મળો. આનાથી તમનેજ મદદ મળશે અને આવા વિચારો પર કેવી રીતે કાબુ રાખવું તેનો રસ્તો દેખાશે. કોઈ પણ પ્રકારની મદદ માંગતા ખચકાશો નહિ કારણ કે મદદ થી તમારોજ રસ્તો આસાન થશે. 

ધ્યાન કરો, ગાઓ, થોડું હલો

પ્રેગ્નનસી દરમ્યાન ઘણી વાર મહિલાઓ અતિ ગંભીર થઇ જતી હોય છે, ભવિષ્ય ની ચિંતા ને લઈને અને શરીર માં આવતા બદલ ને જોઈને. આવી સ્થિતિમાં તમને શાંત રાખવા માટે કોઈક આદત હોવી બૌ જરૂરી છે. જો તમને લખવું ગમતું હોય તો તમે લખી શકો છો. ધ્યાન કરીને તમારા મનને શાંત કરી શકો છો, હળવો ડાન્સ કરીને શરીર ને મુવમેન્ટ આપી શકો છો કે પછી સરસ ગીતો ગઈ શકો છો. 

કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાથી તમારી ભાવનાઓ ને વહેણ મળે છે અને તમારો તણાવ ઓછો થાય છે. તમને જો ચિત્ર દોરવા ગમતા હોય તો તે પણ ખૂબ સરસ પ્રવૃત્તિ છે. કૈક સર્જન કરવાથી આનંદ તો મળશેજ અને સાથે સાથે તમને શાંતિ નો અનુભવ પણ થશે. જો તમે ઘરે ના કરી સકતા હોવો તો કોઈ ક્લાસ માં પણ જય શકો છો.  

નાણાકીય મુશ્કેલીઓ દૂર કરો

નવા બાળક ના આગમન સાથે નવી જવાબદારીઓ પણ આવે છે. જો તમે પણ આ નવી જવાબદારીઓ ના ખર્ચ ને લઈને ચિંતિત છો તો તેનો ઉકેલ સૌથી પેહલા લાવો. નહીતો જ્યાં સુધી બાળક આવશે નહિ ત્યાં સુધી તમે રોજ એકના એક આજ વિચાર માં રચ્યા પચ્યા રેહશો. તમારી પાસે કેટલી બચત છે અને તમે અત્યારે કેટલું કમાઓ છો તેના આધારે નક્કી કરો કે તમે કઈ પ્રકારનું જીવન તમારા બાળક માટે નિર્મિત કરી શકો છો. 

જો તમે મદદ લેવા ઈચ્તા હોવ તો આજુ બાજુ શોધો કે એવી કઈ માતાઓ છે જેના બાળક હમણાંજ મોટા થયા છે. તેમના રમકડાં ને અન્ય વસ્તુઓ તમે લઈને તમારો ખર્ચો પણ બચાવી શકો છો. જરૂરી નથી કે તમારે બધી વસ્તુઓ નવીજ લાવી પડે, પૂર્વ વાપરેલ વસ્તુ ની સ્થિતિ જો સારી હોય તો તેનો ઉપયોગ પણ કરીજ શકાય છે. 

જે પણ રસ્તો તમે નક્કી કરો, તેને સ્વીકાર કરી લો અને શાંતિ થી આ સમય ને માણો. રોજ રોજ ની નાણાકીય ચિંતા ની અસર તમારા બાળક પર થઇ શકે છે. 

તમારી દરેક હરકત, વિચાર અને હલન ચલણ ને તમારું બાળક અનુભવી રહ્યું છે. આજ સમય છે તમારા બાળક ને ઘડવાનો અને સંસ્કાર આપવાનો. તો તમારું મન શાંત રાખો અને આ બધાજ રસ્તો અપનાવી ને ખુશ રહો જેથી તમારું બાળક પણ હસી ખુશી અંદર રહે. 

Logged in user's profile picture